પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટશે? કેન્દ્ર ઓટો ફ્યુઅલ ટેક્સમાં 5 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી શકે- બેન્ક ઓફ અમેરિકા

News18 Gujarati
Updated: February 25, 2021, 12:00 PM IST
પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટશે? કેન્દ્ર ઓટો ફ્યુઅલ ટેક્સમાં 5 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી શકે- બેન્ક ઓફ અમેરિકા
પ્રતીકાત્મક તસવીર

બેન્ક ઓફ અમેરિકાએ કહ્યું કે, ગ્રાહકો પર દબાણ હટાવવા માટે કેન્દ્ર સરકાર ઓટો ફ્યુઅલ ટેક્સમાં 5 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી શકે છે

  • Share this:
નવી દિલ્હી. બેન્ક ઓફ અમેરિકા (BofA)ના વિશ્લેષકોએ જણાવ્યું છે કે, ગ્રાહકો પર દબાણ હટાવવા માટે કેન્દ્ર સરકાર (Central Government) ઓટો ફ્યુઅલ ટેક્સ (Auto Fuel Tax)માં 5 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી શકે છે. કારણ કે વૈશ્વિક ક્રૂડ ઓઇલના સરેરાશ ભાવ (Crude Oil Rates) પ્રતિ બેરલ આશરે 60 ડોલર થયા છે.

બેન્ફ ઓફ અમેરિકાએ BofAએ ઉમેર્યું, "અમે અમારા FY22 કેન્દ્રની રાજકોષીય ખાધને 30 બેસિસ પોઇન્ટથી વધારીને જીડીપીના 7.5% કરી દીધી છે, જેમાં 5 રૂપિયા પ્રતિ લીટર ઓઇલ ટેક્સના ઘટાડાની અપેક્ષા છે. આ ટેક્સ ઘટાડાથી કેન્દ્રની આવક લગભગ 71,760 કરોડ રૂપિયા ઓછી થઈ શકે છે.

ભારતીય બાસ્કેટ ક્રૂડની કિંમત હાલમાં 62 ડોલર પ્રતિ બેરલ છે, જે ડિસેમ્બરના મધ્યમાં 50 ડોલર પ્રતિ બેરલથી વધી છે, જે વૈશ્વિક માંગની પુન:પ્રાપ્તિ અને મુખ્ય તેલ નિકાસ કરનારા દેશોના સ્વૈચ્છિક ઉત્પાદનમાં ઘટાડાને સમર્થન આપે છે. ઓછી માંગને કારણે નાણાકીય વર્ષ 2021ના પહેલા ભાગમાં ક્રૂડના ભાવની ભારતીય બાસ્કેટ પ્રાઈઝ 19થી 44 ડોલર પ્રતિ બેરલની રેન્જમાં હતી, જ્યારે ક્રૂડ આયાત બિલ વાર્ષિક 57% ઘટીને 22.5 અબજ ડોલર થયું છે.

આ પણ વાંચો, સામાન્ય જનતાને મોટો આંચકો! આજે ફરી વધ્યા ગેસ સિલિન્ડરના ભાવ, 3 મહિનામાં 200 રૂપિયા સુધી થયો મોંઘો, જાણો નવા ભાવ

BofAએ ઉમેર્યું હતું કે, ઊંચી નાણાંકીય ખાધથી ઉપજ પરના દબાણની અસરને પહોંચી વળવાની સંભાવનાએ ઓઇલ ટેક્સ ઘટાડાથી વપરાશ વધારવા સાથે અમે અમારા નાણાંકીય વર્ષ 2022ના વૃદ્ધિની આગાહી જાળવી રાખી છે.
આ બ્રોકરેજ ફર્મે RBIની ઓપન માર્કેટ ઓપરેશન્સ આગાહી 9 અબજ ડોલરથી વધારીને 48 અબજ ડોલર કરી છે, જેનાથી ચાલુ ખાતાની ખાધ તેલની આયાત વધશે.આ પણ વાંચો, Indian Railwaysએ વધાર્યું ભાડું, કહ્યું- ટૂંકા અંતરની ટ્રેનોમાં બિનજરૂરી ભીડને રોકવા માટે ઉઠાવ્યું પગલું

બુધવારે દિલ્હીમાં રિટેલ પેટ્રોલનો ભાવ એક મહિનાની ઊંચી સપાટીએ 90.93 રૂપિયા પ્રતિ લીટર હતો, જે એક મહિના પહેલાં આ જ દિવસે 5.23 રૂપિયા લીટર પ્રતિ લીટર વધ્યા હતા. કારણ કે ઓએમસીએ આંતરરાષ્ટ્રીય ક્રૂડમાં વધતા જતા ઉત્પાદનોના આધાર ભાવમાં ધીરે-ધીરે વધારો કર્યો છે. કેનરનો કર (મૂળભૂત આબકારી, સરચાર્જ, એગ્રિ-ઇન્ફ્રા સેસ અને રોડ / ઇન્ફ્રા સેસ) હાલમાં ડીઝલ માટે રૂ. 31.83 પ્રતિ લીટર લીટર અને પેટ્રોલ માટે રૂ. 32.98 પ્રતિ લીટર છે. માર્ચ અને મે 2020માં ઓટો ઇંધણ પરના સરચાર્જ અને સેસમાં પેટ્રોલ પર રૂ. 13 પ્રતિ લીટર અને ડીઝલ પર રૂ. 16 પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો.

પહેલી ફેબ્રુઆરીથી અંતિમ ગ્રાહકો પર નવા લાદવામાં આવેલા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસની અસરને પહોંચી વળવા માટે પેટ્રોલ અને ડીઝલ બંને દરો પરના સરચાર્જમાં ફક્ત રૂ. 1 પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે મૂળભૂત એક્સાઈઝ ડ્યુટીના દર હવે પેટ્રોલના રૂ. 1.4 પ્રતિ લીટરના સ્તરે છે, તેમજ ડીઝલ માટે રૂ. 1.8 પ્રતિ લીટર. જ્યારે સેસ અને સરચાર્જ શેર કરવા યોગ્ય નથી, રાજ્યોને ફક્ત 42% ઓટો-ફ્યુઅલ એક્સાઇઝ ડ્યુટી આવક માત્ર મૂળ એક્સાઇઝ ડ્યૂટી ઘટકમાંથી મળે છે. અલબત્ત, રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર પોતાનો વેટ વસૂલ કરે છે, જે ફક્ત તેમને જ જાય છે, પરંતુ હાલના ઊંચા ભાવો વેટમાં વધારો કરવાની તકને મર્યાદિત કરે છે.
Published by: Mrunal Bhojak
First published: February 25, 2021, 12:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading