Aequs, ફોક્સકોન ઓફ ટોય વર્લ્ડ કર્ણાટકમાં દેશનો પ્રથમ રમકડાનો ક્લસ્ટર સ્થાપિત કરશે

News18 Gujarati
Updated: February 27, 2021, 12:25 AM IST
Aequs, ફોક્સકોન ઓફ ટોય વર્લ્ડ કર્ણાટકમાં દેશનો પ્રથમ રમકડાનો ક્લસ્ટર સ્થાપિત કરશે
પ્રતિકાત્મક તસવીર

ભારત વાર્ષીક 1.2 બિલિયન અમેરિકન ડોલરના રમકડાની આયાત કરે છે. ભારત મોટાભાગે ચીનથી આયાત કરે છે.

  • Share this:
કોપ્પલઃ કર્ણાટક (karnatak) સરકારે કોપ્પલ જિલ્લાના ભાનાપુર ગામમાં દેશનો પહેલો રમકડા નિર્મામ ક્લસ્ટરની (toy cluster) આધારશિલા રાખી છે. આનું નિર્માણ કાર્ય આ જ વર્ષના ડિસેમ્બર સુધીમાં પુરુ થઈ જવાની આશા છે. સરકાર પ્રમાણે 400 એકરથી વધુ જમીન ઉપર ફેલાયેલા આ ક્લસ્ટરમાં 5000 કરોડ રૂપિયાનુ રોકાણ થવાની આશા છે. આનાથી આસરે 30,000 લોકોને પ્રત્યક્ષ રૂપથી રોજગાર મળશે. ફોક્સકોન ઓફ ટોય વર્લ્ડ (Foxconn of toy world) કર્ણાટકમાં રમકડાં ઉત્પાદન કરશે. આમ સ્થાનિક રમકડાં ઉદ્યોગને (toy industry) વેગ મળશે.

Aequs Private Limitedના અધ્યક્ષ અરવિંદ મલિંગેરીના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક સ્તેર રમકડા માર્કેટ 90 બિલિયન અમેરિકન ડોલરનું છે જેમાં ભારતીય બજારનો આકાર 1.7 બિલિયન અમેરિકન ડોલરનો છે. ભારત વાર્ષીક 1.2 બિલિયન અમેરિકન ડોલરના રમકડાની આયાત કરે છે. ભારત મોટાભાગે ચીનથી આયાત કરે છે. જોકે, રમકડા ક્લસ્ટર વિકસિત કરવામાં આવી રહ્યું છે. જે સ્થાનિક વિનિર્માણને પ્રોત્સાહન આપશે. ચીન વાર્ષીક 20 બિલિયન ડોલરના રમકડા અને મનોરંજનના સામાનની નિકાસ કરે છે.

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે આ ક્લસ્ટરમાં રમકડા નિર્માણના 100થી વધારે એકમો હશે. આનાથી પરોક્ષ રૂપથી લગભગ એક લાખ લોકોને નોકરીઓ મળશે. તેમના પ્રમાણે રમકડા નિર્માણ ઉદ્યોગમાં મહિલાઓની મોટી ભાગીદારી રહેશે. જોકે, આ ક્લસ્ટરથી મહિલા સશક્તિકરણને પ્રત્સાહન મળશે. સીએમએ વધુમાં જણાવ્યું હતું કે કોપ્પલમાં વિનિર્મામ ક્લસ્ટરમાં રોજગાર માટે મહિલાઓને પ્રાથમિક્તા આપવમાં આવશે. જે મહિલાઓ પ્રતિ દિન 200 રૂપિયા કમાઈ રહી છે તે પ્રતિ દિન 600 રૂપિયા કમાઈ શકશે.

આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

આ પણ વાંચોઃ-કોરોનામાંથી જીવ બચ્યો તો તિરુપતિને ચઢાવ્યું સાડા ત્રણ કિલો સોનું, 3 હજાર કરોડના સોનાના માલિક છે ભગવાન

તેમણે વધુમાં જણાવ્યું કે રમકડાં નિર્માણ ઉદ્યોગ શ્રમિક-ઉન્મુખ છે અને આનાથી વધારે શ્રમિક મહિલાઓ થશે. એટલા માટે કોપ્પલમાં શરુ થનારા આ રમકડાં ક્લસ્કર મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.આ પણ વાંચોઃ-રાજકોટઃ બે અકસ્માતમાં યુવક-યુવતીના ઘટના સ્થળે મોત, HDFC બેન્કમાં પોર્ટફોલિયો મેનેજર યુવતીનું કરુણ મોત

આ પણ વાંચોઃ-દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર One Time Chargeમાં 200 કિમી ચાલશે, બુકિંગ શરૂ

મુખ્યમંત્રીએ કહ્યું કે મહિલાઓને સશક્ત બનાવવા માટે કર્ણાટક સરકારે મહિલાઓને રાતમાં પણ કામ કરવાની મંજૂરી આપી છે. ભારતમાં રમકડાં માટે કર્ણાટક ત્રીજું સૌથી મોટું બજાર છે. આનો આકાર 15.9 કરોડ ડોલર છે. અને દેશના રમકડા બજારમાં આશરે 9.1 ટકા ભાગીદારી છે.

બેંગલુરુથી 365 કિલોમીટર દૂર સ્થિત કોપ્પલ જિલ્લાના બાનાપુર ગામની વસ્તી 2000થી ઓછી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલની દ્રષ્ટીકોણના અનુરુપ રમકડાં નિર્માણને પ્રોત્સાહન આપવા માટે કોપ્પલા ભારતનું પહેલું રમકડા વિનિર્માણ ક્લસ્ટર બનશે. યેદિયુરપ્પાએ કહ્યું કે આ વર્ષના ડિસેમ્બર સુધી પરિસરનું નિર્માણ પુરુ થવાની આશા છે. જો આવું થશે તો અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરીશું.ઉદ્યોગ મંત્રી જગદીશ શેટ્ટારે જણાવ્યું હતું કે રમકડાં ક્લસ્ટરના પાયાએ કર્ણાટકની રમકડાં બનાવવાની ક્ષમતાને ખોલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આમાંથી 80 ટકા નોકરીઓ કોપ્પલના સ્થાનિય લોકો અને રાજ્યના અન્ય ભાગોના લોકોને આપવામાં આવશે. અમે કંપનીઓને રાજ્યની બહાર કાર્યબળ માટે 10-20 ટકા માર્જીન આપીશું.
Published by: ankit patel
First published: February 27, 2021, 12:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading