Bharuch Crime: બાળકો ઉઠાવતી ગેંગની શંકાએ બે નિર્દોષ મહિલાને માર પડ્યો, જુઓ વીડિયો

News18 Gujarati
Updated: September 27, 2022, 10:28 PM IST
Bharuch Crime: બાળકો ઉઠાવતી ગેંગની શંકાએ બે નિર્દોષ મહિલાને માર પડ્યો, જુઓ વીડિયો
મહિલાઓને ઢોર માર મરાતા ગંભીર ઇજાઓના પગલે તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Bharuch News: મહિલાઓને ઢોર માર મરાતા ગંભીર ઇજાઓના પગલે તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. APMC નજીક બાળકોનું અપહરણ કરતી ગેંગ સ્થાનિકોએ પકડી હોવાનો મેસેજ મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

  • Share this:
ભરૂચ: છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં બાળકો ઉઠાવતી ગેંગના સમાચારો અને મેસેજો વાયરલ થયા છે. ત્યારે બાળકો ઉઠાવતી ગેંગની શંકાએ બે નિર્દોષ મહિલાને માર પડ્યો છે. અપહરણની શંકાના આધારે ભરૂચમાં 2 મહિલાઓની લોકોએ પીટાઈ કરી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભરૂચમાં છોકરા ઉપાડવા આવતી ટોળકી હોવાનો વહેમ રાખી લોકોએ બે મહિલાઓની પીટાઇ કરી હતી. લોકોએ મહિલાઓની વાત સાંભળવાને બદલે કાયદો હાથમાં લઇ પીટાઇ શરૂ કરી દીધી હતી. સ્થાનિકોના ટોળાએ ભરૂચ APMC માર્કેટમાં 2 મહિલાને જાહેરમાં માર માર્યો હતો. આ મારામારીની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મહિલાઓ બાળકોનું અપહરણ કરવા માટે આવ્યા ન હતા.


મહિલાઓને ઢોર માર મરાતા ગંભીર ઇજાઓના પગલે તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. APMC નજીક બાળકોનું અપહરણ કરતી ગેંગ સ્થાનિકોએ પકડી હોવાનો મેસેજ મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે પોલીસ પહોંચે એ પહેલા ટોળાએ બે મહિલાઓને ખુબ માર માર્યો હતો. પોલીસે ટોળા પાસેથી બે મહિલાઓને બચાવી લીધી હતી. અને તેઓની પુછવરછમાં આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરાઈ હોવાના કોઈ હકીકત પ્રાથમિક તપાસમાં સામે આવી ન હતી.
Published by: rakesh parmar
First published: September 27, 2022, 10:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading