Ahmedabad Crime: અમદાવાદમાં માતાએ પૈસા ન આપતા કપાતર પુત્રએ વર્તાવ્યો અમાનુષી અત્યાચાર


Updated: September 27, 2022, 7:36 PM IST
Ahmedabad Crime: અમદાવાદમાં માતાએ પૈસા ન આપતા કપાતર પુત્રએ વર્તાવ્યો અમાનુષી અત્યાચાર
શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Ahmedabad Crime: શહેરના નરોડા વિસ્તારમાં સામે આવ્યો છે. વ્યસનની ટેવ ધરાવતા પુત્રને વૃદ્ધ માતા એ રૂપિયાના આપતા જાનથી મારી નાંખવાની ધમકી આપી અને પથ્થર મારીને ઇજા પહોંચાડી હતી.

  • Share this:
અમદાવાદ: ‘મા તે મા બીજા બધા વગડાના વા...’ પોતે ભીને સુઈને સંતાનને સુકામાં સુવડાવે તેને માં કહેવાય... માતા માટે અનેક કહેવતો છે. અને માં ને સમાજમાં વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. પરંતુ કેટલાક સંતાનો આ કહેવતોને લાંછન લાગે તેવું કામ કરતા હોય છે. આવો જ એક બનાવ શહેરના નરોડા વિસ્તારમાં સામે આવ્યો છે. વ્યસનની ટેવ ધરાવતા પુત્રને વૃદ્ધ માતા એ રૂપિયાના આપતા જાનથી મારી નાંખવાની ધમકી આપી અને પથ્થર મારીને ઇજા પહોંચાડી હતી.

શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલા એ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તે તેના નાના દીકરા સાથે રહે છે. જો કે તેને વ્યસન કરવાની આદત હોવાથી અને કોઈ કામ ધંધો કરતો ન હોવાથી તેના પત્ની તેને છોડીને ચાલ્યા ગયા છે. ગત મોડી રાત્રે વૃદ્ધ મહિલા ઘરે હાજર હતા તે દરમિયાન તેના પુત્રએ તેની પાસે પૈસા માગ્યા હતા. જો કે ફરિયાદી મહિલાએ પૈસા આપવાની ના કહેતા તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને ગાળો બોલવા લાગ્યો હતો.

આ પણ વાંચો-ચૂંટણી આયોગ દ્વારા દરેક પોલિંગ સ્ટેશન પર સીસીટીવી લગાવવામા આવશે

જો કે વૃદ્ધાએ ગાળો બોલવાની ના પાડતા તેનો પુત્ર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. અને તેને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. જેથી ફરિયાદી મહિલાએ બુમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને વધુ મારમાંથી છોડાવ્યા હતા. તે દરમિયાન તેના પુત્રએ તેની ધમકી આપી હતી કે જો તું મને પૈસા નહીં આપે તો હું તને જાનથી મારી નાખીશ. તેમ કહીને છૂટા પથ્થરો મારવા લાગ્યો હતો. જેમાં મહિલાને જમણા હાથના વાગે ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો- નાસાનું અવકાશયાન અંતરિક્ષમાં 22500 કિમીકલાકની ઝડપે ઉલ્કાપિંડ સાથે અથડાયું

જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારે પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આરોપી વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરીને હાલ માં સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by: rakesh parmar
First published: September 27, 2022, 7:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading