ચાર IPS અધિકારીના પગ કુંડાળામાં પડ્યાં, સ્વરૂપવાન યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યાની ચર્ચા

News18 Gujarati
Updated: December 23, 2022, 11:12 AM IST
ચાર IPS અધિકારીના પગ કુંડાળામાં પડ્યાં, સ્વરૂપવાન યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યાની ચર્ચા
ગુજરાત પોલીસના સિનિયર ઓફિસરોમાં હડકંપની સ્થિતિ

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં કરાઇ પોલીસ એકેડમી આવેલ છે. અહીં નવા પોલીસકર્મીઓ અને અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે. અહીં નાગરિકોને પણ ઘોડેસવારી તાલીમ પણ આપવામાં આવે છે. થોડા મહિના પહેલા એક યુવતીએ ઘોડેસવારીનો કોર્સ જોઈન કર્યો અને પછી છ આઈપીએસ અધિકારીઓને ફસાવ્યા.

  • Share this:
અમદાવાદ : ગુજરાતમાં હનીટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત પોલીસે એક-બે નહીં છ-છ આઇપીએસ ઓફિસર સુંદરતાની આ જાળમાં ફસાઇ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે હનીટ્રેપ કરનારી યુવતીએ ઓફિસરો પાસેથી મોટી રકમ પડાવી લીધી છે. તે બાદ પણ પોલીસના આ ઓફિસરો મોઢુ ખોલવા તૈયાર નથી. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ ગુજરાત પોલીસના સિનિયર ઓફિસરોમાં હડકંપની સ્થિતિ છે. ચાલો તમને જણાવીએ હનીટ્રેપની આ ચોંકાવનારા કેસની વિગતો...

ઘોડેસવારી કરવા પહોંચી હતી યુવતી


મધ્યપ્રદેશના ઇન્દોરની આકાંક્ષા (નામ બદલ્યુ છે) આશરે આઠ મહિના પહેલા ગાંધીનગર સ્થિત કરાઇ ટ્રેનિંગ એકેડેમીમાં ઘોડેસવારી શીખવા માટે આવી. સોશિયલ મીડિયા મેસેજ દ્વારા યુવતીએ સૌથી પહેલા એક યુવા આઇપીએસ ઓફિસરનો સંપર્ક કર્યો. ઘીમે ધીમે નિકટતા વધી તો યુવતીએ આઇપીએસને હનીટ્રેપ કરી લીધો. એવી ચર્ચા છે કે યુવા ઓફિસર પાસેથી તેણે લાખો રૂપિયા પડાવી લીધા. તે બાદ એક એક કરીને આ યુવતીએ છ આઇપીએસ ઓફિસરોને પોતાની જાળમાં ફસાવ્યા અને કરોડો રૂપિયા વસૂલ્યા. તેમાંથી ચાર આઇપીએસ ઓફિસર તો સંપૂર્ણ રીતે તેની જાળમાં ફસાઇ ગયા, જ્યારે બે ઓફિસર તેની જાળમાં ફસાતા પહેલા જ બચી નીકળ્યા.

આ પણ વાંચો :  Rajkot: સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં પહેલીવાર શરૂ થશે આ સેવા, કામની છે આ માહિતી

આઠ મહિના પહેલાની ઘટના


કરાઇ પોલીસ એકેડેમીમાં આઠ મહિના પહેલા આ હાઇપ્રોફાઇલ હનીટ્રેપની ઘટનાની જાણ થઇ હતી. અહીં ઘણા આઇપીએસ ઓફિસરોને યુવતીએ પોતાની જાળમાં ફસાવી લીધા હતા. હનીટ્રેપ અને રૂપિયાની વસૂલી સાથે જોડાયેલા આ મામલે અંદરખાને ખૂબ ચર્ચા થઇ રહી છે, પરંતુ ફસાયેલા આઇપીએસ ઓફિસર ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અધિકારીઓના મેસેજ, ફોટો અને વીડિયો આ યુવતી પાસે છે.હનીટ્રેપના આ હાઇપ્રોફાઇલ મામલામાં ફસાયેલા છ આઇપીએસમાંથી એક યુવા આઇપીએસના ઘર સુધી મામલો પહોંચ્યો. સૂત્રોએ જણાવ્યા અનુસાર હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયેલા આઇપીએસ ઓફિસરે એક કરોડ રૂપિયા આપવા પડ્યા. તેમ છતાં પણ આઇપીએસ ઓફિસર ફરિયાદ નોંધાવવા માટે તૈયાર નથી.

4 ઓફિસર ફસાયા, બે બચી નીકળ્યા


આ હનીટ્રેપમાં 4 આઇપીએસ ફસાઇ ગયા તો બે ઓફિસરના નસીબ સારા રહ્યા. શરૂઆતમાં જ્યારે તેમને કેટલીક શંકા ગઇ ત્યારે તેમણે યુવતીથી અંતર જાળવી લીધું. આ અધિકારીઓને યુવતીના મિત્રતા કેળવવાના અંદાજથી શંકાઇ ગઇ. તે બાદ આખરે તેઓ બચી નીકળ્યા.

આ પણ વાંચો :  રાજકોટ: કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા બે નિવૃત્ત એએસઆઇ સહિત ચાર વ્યક્તિઓના મોત, પાંચ ઘાયલ

છ મહિના બાદ યુવતીનો પત્તો મળ્યો


હનીટ્રેપના આ મામલે આમ તો સીધી કોઇ ફરિયાદ કરવામાં નથી આવી. પરંતુ ગુજરાત પોલીસના મોટા અધિકારીઓ સાથે જોડાયેલા આ મામલે યુવતીનો પત્તો મળી ગયો છે. તેના માટે ગુજરાત પોલીસને છ મહિના સુધી મહેનત કરવી પડી. યુવતી ઇન્દોરની રહેવાસી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે યુવતીની ઓળખ થયા બાદ હનીટ્રેપમાં ફસાયેલા આઇપીએસ અધિકારીઓને યુવતીની તસવીર બતાવવામાં આવી, જેમને તે મેસેજ મોકલતી હતી. તેમણે યુવતીને ઓળખી લીધી, પરંતુ ફરિયાદ કરવાનો ઇનકાર કરી દીધો.

ફરિયાદની રાહ જોઇ રહી છે પોલીસ


યુવતીની ઓળખ સામે આવ્યા બાદ પોલીસ અધિકારીઓએ આ સમગ્ર મામલે કડક વલણ અપનાવ્યુ છે. અધિકારીઓએ યુવતીના પરિવારને મળીને આ પ્રકારની એક્ટિવિટીથી દૂર રહેવાની સલાહ આપી છે. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે કે કોઇ અન્ય વ્યક્તિ આ હનીટ્રેપનો શિકાર બન્યા છે કે કેમ. જો પોલીસને આ અંગે ફરિયાદ મળે તો તે આ કેસમાં કાર્યવાહી કરશે.
Published by: Bansari Gohel
First published: December 23, 2022, 11:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading