અમદાવાદ: 29 અને 30 સપ્ટેમ્બરે આ રસ્તાઓ રહેશે બંધ, જાણો વૈકલ્પિક વ્યવસ્થા

News18 Gujarati
Updated: September 27, 2022, 9:00 PM IST
અમદાવાદ: 29 અને 30 સપ્ટેમ્બરે આ રસ્તાઓ રહેશે બંધ, જાણો વૈકલ્પિક વ્યવસ્થા
29 અને 30 સપ્ટેમ્બરે આ રસ્તાઓ રહેશે બંધ

નવરાત્રીમાં PM મોદી ગુજરાતની મુલાકાતે આવશે, ત્યારે પીએમ મોદીના પ્રવાસને લઈને પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. જે પ્રમાણે શહેરના કેટલાક રસ્તાઓ બંધ રહેશે.

  • Share this:
અમદાવાદ: નવરાત્રીમાં PM મોદી ગુજરાતની મુલાકાતે આવશે, ત્યારે પીએમ મોદીના પ્રવાસને લઈને પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. જે પ્રમાણે શહેરના કેટલાક રસ્તાઓ બંધ રહેશે. 29 અને 30 સપ્ટેમ્બર બે દિવસ શહેરમાં "નો ડ્રોન ફ્લાય ઝોન" જાહેર કરાયો છે.

નવરાત્રીમાં પીએમ મોદીની ગુજરાત મુલાકાતને લઈને ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત શહેરનાં કેટલાક રસ્તાઓ બંધ રહેશે. 29મીએ GMDCના ગરબાના લીધે અંધજનથી હેલ્મેટ સુધીને રસ્તો બંધ રાખવામાં આવશે. અંધજનથી પાંજરાપોળ થઈ AEC તરફ જઈ શકાશે. તેમજ જનપથ ટીથી સ્ટેડિયમનો મુખ્ય ગેટ અને મોટેરા ટી સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે. તપોવન સર્કલથી વિસત થઈ જનપથ ટી થઈ અવરજવર કરી શકાશે. સુરધારા સર્કલથી NFD સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે. થલતેજ ચાર રસ્તાથી હિમાલયા મોલ સુધીનો અને ગુરુદ્વારાથી સંજીવની હોસ્પિટલ સુધી રસ્તો વાહનો માટે પ્રતિબંધિત મુકવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં બીજા નોરતા પર વરસાદે પાણી ફેરવ્યું, ગ્રાઉન્ડ-શેરીઓ પાણી-પાણી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર, સુરત અને બનાસકાંઠામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 30 સપ્ટેમ્બરના વડાપ્રધાન બનાસકાંઠામાં હાજર રહેશે અને અહીં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ ₹ 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

વડાપ્રધાન 30 સપ્ટેમ્બરે રાજ્યની રાજધાની ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહેશે. છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં પરિવહન સુવિધાઓને સુદૃઢ બનાવવા માટે નોંધપાત્ર કામગીરી થઇ છે, ત્યારે આ વંદે ભારત ટ્રેન ગુજરાતના નાગરિકો માટેની પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો કરશે.
Published by: Azhar Patangwala
First published: September 27, 2022, 8:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading